Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ડીજી વિજિલન્સની કડક કાર્યવાહીનો ખોફ : અમદાવાદના છારાનગર-અસારવામાં 24 કલાક 3 વખત પોલીસ ચેકિંગ

ખાસ ટીમમાં 6 પીએસઆઇ સહીત 45 પોલીસકર્મી : દર આઠ કલાકે દરોડા અને ચેકીંગ

 

અમદાવાદ: રાજ્યમાં  ડીજી વિઝિલન્સના દરોડાથી સ્થાનિક પોલીસ ખોફમાં છે  જે વિસ્તારમાં ડીજી વિઝિલન્સ દરોડા પાડે છે તે વિસ્તારના પી.આઈ. અથવા પી.એસ.આઈ.ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. જેના કારણે વર્ષોથી દારુના વેંચાણ માટે જાણીતુ છારાનગર અને અસારવામાં ડીસીપી દ્રારા ખાસ ટીમોની રચના કરવામાં આવી છે અને જેમાં 6 પીએસઆઈ સહિત કુલ 45 પોલીસ કર્મચારી છે.

 

પોલીસ કર્મચારીઓ માત્ર દારુની રેડનીજ કામગિરી કરશે તે સિવાય હાલ અન્ય કોઈ કામગિરી કરશે નહી. ટીમ અલગ-અલગ ત્રણ શિફ્ટોમાં કામ કરી રહી છે અને જેમાં 8-8 કલાક દરોડા અને ચેકિંગ કરી રહ્યા છે..એક શિફ્ટમાં એક પીએસઆઈ,6 પુરુષ કોન્સટેબલ અને 2 મહિલા કોન્સટેબલ સામેલ છે અને જે લોકો 24 કલાક બન્ને વિસ્તારોમાં નજર રાખી રહ્યા છે જેથી દારુનુ વેંચાણ ના થઈ શકે. પોલીસનુ કહેવુ છે કે, સિવાય મેઘા ડ્રાઈવ તો ચાલુજ રહેશે પરંતુ કાર્યવાહી પણ દારુના બનાવી શકે અને વેંચી શકે તે માટે છે.

ડીસીપી ઝોન-4 નીરજ બડગુજ્જરનુ કહેવુ છે કે, ટીમ હાલ છેલ્લા 10 દિવસથી કાર્યરત છે અને જે લોકોને સફળતા પણ મળે છે. તેમનુ કહેવુ છે કે, તેમનો ઉદ્દેશ્ય દારુની બદીને દુર કરવાનો છે. પરંતુ, ભુતકાળમાં પોલીસ ઉપર પણ આક્ષેપો લાગી ચુક્યા છે. ભુતકાળમાં છારાનગરમાં સ્થાનિકો પર રેડ મામલે લાઠી ચાર્જ થયો હતો અને જેમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા

(11:22 pm IST)