Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ગાંધીનગર સે-13માં હેન્ડલૂમમાં અગમ્ય કારણોસર આગ ભભુકતા અફડાતફડી:ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગને બુજાવી: લાખોનું નુકશાન થતા બચ્યું

ગાંધીનગર: શહેરના સે-૧૩માં આવેલા હસ્તકલા વિકાસ નિગમના સ્ટોરમાં આજે વહેલી સવારે એસીમાં શોર્ટસર્કીટ થવાથી ઓચિંતી આગ ભભુકી ઉઠી હતી. જેના પગલે દોડધામ મચી ગઈ હતી અને આ સંદર્ભે ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી અને મોટુ નુકશાન થતાં બચાવ્યું હતું. ઘટનાની જાણ થતાં નિગમના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.

ગાંધીનગર શહેરના મહાત્મા મંદિરને અડીને આવેલા સે-૧૩ના ખાદીગ્રામ ઉદ્યોગ અને હસ્તકલા વિભાગની કચેરીના સ્ટોરમાં આજે વહેલી સવારે ઓચિંતી આગ ભભુકી ઉઠી હતી. જેને પગલે ત્યાં હાજર સિકયોરીટી જવાનોએ બારીમાંથી ધુમાડા જોતાં તુરંત જ અધિકારીઓને જાણ કરી હતી અને ત્યારબાદ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયર કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો. આ સ્ટોરમાં પહોંચી ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. ઘટનાની જાણ થતાં નિગમના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. 

(5:48 pm IST)