Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

કલોલના પૂર્વ વિસ્તારમાં કપિરાજનો આતંક: બે શખ્સોને બચકા ભરી ઘાયલ કર્યા: નાગરિકોમાં ફફડાટ જોવા મળ્યો

કલોલ: શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી હડકાયા વાંદરાએ રીતસરનો આતંક મચાવી રહયા છે. ગઈકાલે બે વ્યક્તિઓને વાંદરાએ બચકા ભરી ઘાયલ કર્યા હતા. ત્યારે આજે પણ એક યુવાનને બચકા ભરી ઘાયલ કરી દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગની ટીમે કલોલમાં ધામા નાંખ્યા છે પરંતુ હજુ સુધી વાંદરો પાંજરે પુરાયો નથી જેથી નાગરિકોમાં ફફડાટ યથાવત રહયો છે.

કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લા છ દિવસથી હડકાયા વાંદરાએ હાહાકાર મચાવ્યો છે. ત્રણ દિવસ અગાઉ પાણીની ટાંકી પાસે વાંદરાએ એક યુવાનને પગમાં બચકા ભરતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારે ગઈકાલે પણ હડકાયા વાંદરાએ બે યુવાનોને બચકા ભરી ઘાયલ કરી દીધા હતા તેમજ આજે પણ કલ્યાણ બેંક પાસેના વિસ્તારમાં વાંદરાએ એક યુવાનને બચકા ભરી ઘાયલ કર્યો હતો. છેલ્લા છ દિવસમાં કુલ ૧૧ વ્યક્તીઓને વાંદરાએ બચકા ભરી ઘાયલ કરી દેતા પૂર્વ વિસ્તારમાં હાહાકાર સાથે રીતસરનો ફફડાટ ફેલાયો છે. 

(5:47 pm IST)