Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

મહોર્રમની રજા હવે બુધવારના બદલે મંગળવારે : વિજયભાઇ રૂપાણીની જાહેરાત

ગાંધીનગર, તા. ૬ : ગુજરાત સરકારે મહોર્રમની જાહેર રજા મંગળવાર તારીખ ૧૦ સપ્ટેમ્બરે આપવાનો નિર્ણય કર્યો છે. અગાઉ આ રજા બુધવાર ૧૧ સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ મળેલી રજૂઆતને પગલે રાજય સરકારે મહોરમની જાહેર  રજા મંગળવાર ૧૦ સપ્ટેમ્બરે આપવાનો નિર્ણય કર્યો છે.

(1:57 pm IST)