Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

વડોદરાના વ્યક્તિને રખડતા કૂતરાએ બચકું ભરતા મ્યુનિસિપલ કમિશનર સામે કર્યો કેસ

સારવારનો ખર્ચ મેળવવા ગ્રાહક તકરાર ફોરમમાં વળતરની માંગણી કરી

વડોદરા : શહેરોમાં રખડતા ઢોર અને કૂતરાનો ત્રાસ દિવસેને દિવસે વધતો રહ્યો છે રખડતા ઢોરના કારમે ઘણા અકસ્માત પણ થયા છે અને લોકોને પોતાનો જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. છતા પણ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. વડોદરાના એક વ્યક્તિને શ્વાને બચકુ ભરતા કોર્ટમાં ફરિયાદ કરી છે.

 રખડતા શ્વાને ટુ વ્હીલર પાછળ દોડી ચાલકને બચકુ ભર્યું હતુ. છાણી ટીપી ૧૩માં રહેતા નાગરિકે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી મ્યુનિસિપલ કમિશનર સામે કેસ કર્યો છે. ઇજા થવાથી યાતના અને સારવારનો ખર્ચ મેળવવા ગ્રાહક તકરાર ફોરમમાં વળતરની માંગણી કરી છે

(12:20 pm IST)