Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રાત્રે ડીસામાં આંગડિયા સંચાલકની આંખમાં મરચું નાખીને પાંચ લાખની લૂંટ :સનસનાટી

ધારા કુરિયર આંગડિયાના સંચાલક જીગ્નેશ ઠક્કર સાથે લૂંટના બનાવથી પોલીસ કાફલો પહોંચ્યો

ડીસામાં ગુરુવારેની રાત્રે અચાનક અજાણ્યા શખ્સોએ આંગડિયા સાથે લુંટ મચાવી હોવાની ઘટનાથી સનસનાટી મચી જવા પામી છે  આંખમાં મરચું નાંખી સરેરાશ 5 લાખની રકમ લુંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવી લુટારુઓ શોધવા સહિતની તપાસ હાથ ધરી છે.

ડીસામાં લૂંટની ઘટનાથી પંથકમાં સનસનાટી મચી ગઇ છે. ડીસાના ધારા કુરિયર આંગડિયાના સંચાલક જીગ્નેશ ઠક્કરની આંખમાં અજાણ્યા શખ્સોએ મરચું નાંખી અંદાજે 4થી 5 લાખની લુંટ કરી છે.

લુંટારૂ ઓ અગાઉથી માહિતી મેળવી ચોક્કસ તૈયારી કરી લુંટ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અંધારાનો લાભ ઉઠાવી 8 વાગ્યા દરમ્યાન આંગણિયા સંચાલકને લુંટી લેતાં અન્ય વેપારીઓમાં ફફડાટ અને ચિંતાનું વાતાવરણ બન્યું છે.

 
(1:06 am IST)