Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી વેચાણ માટે લઇ જવાતા હથિયારોના જંગી જથ્થા સાથે ચાર શખ્શો ઝડપાયા

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પિસ્તોલ ,10 તમંચા અને જીવતા કારતુસ સહીત દબોચી લીધા

 

અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વેના જશોદાનગર પરથી હથિયારોનો મોટા જથ્થા સાથે ચાર લોકો  ઝડપાયા છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી 18 જેટલા હથિયારો સહિત રવોલ્વર,કારતૂસ સહિતનો.9.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

  ક્રાઇમ બ્રાન્ચના બી.વી. ગોહિલે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નરની સુચનાથી નશિલા પદાર્થો, ગેરકાયદે હથિયારોને રોકવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરને બાતમી મળી હતી. જેના પગલે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બી.વી. ગોહિલના જણાવ્યા પ્રમાણે વસીમ કથેરીને ભાવનગરમાં મર્ડર જેવી ઘટનામાં અંગત અદાવત હતી જેના માટે તેને જરૂર હતી. ઉપરાંત વસીમ કથેરી બધો મુદ્દામાલ લઇને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જૂનાગઢ અને રાજકોટ પંથકમાં ગેરકાયદેસર વેચાણ માટે લાવ્યા હતા.

    ઝડપાયેલા આરોપીઓમાં વસિમ કથેરી,( રહે,જસદણ) સિકંદર બાપુ ( રહે,જૂનાગઢ) ઇમરાન પઠાણ, 9રહે,જુહાપુરા, અમદાવાદ,) અને આસિફ કથેરી,(રહે,જસદણ )નો સમાવેશ થાય છે ક્રાઇમ બ્રાન્ચે 9 એમએમ પિસ્તલ 8 નંગ, 10 દેશી તમંચા, 37 જીવતા કારતૂસજપ્ત કર્યા છે 

(10:06 pm IST)