Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

રેડ બુલ સ્પોટલાઈટ-ટુ માટે ફાઈનલિસ્ટ ચૂંટાયા

સીઝન ટુની સ્પર્ધા અમદાવાદમાં થશે

અમદાવાદ,તા. ૬ : પ્રથમ આવૃત્તિ સફળ થયા પછી રેડ બુલ સ્પોટલાઈન આ વર્ષે સીઝન ટુ સાથે પાછી આવી છે. આ વખતે ભારતના આગામી હિપ-હોપ સ્ટારની તલાશ કરશે. સ્પર્ધા ભારતનાં ૧૦ શહેરો મુંબઈ, દિલ્હી, બેન્ગલોર, કોલકતા, ચેન્નાઈ, હૈદરાબાદ, ગૌહાટી, પુણે, અમદાવાદ અને ચંડીગઢ સહિત ૧૦ શહેરમાં યોજાશે, જેમાં શહેરના વિજેતાઓને દરેકને એક ગીત અને મ્યુઝિક વિડિયો રેકોર્ડ કરવા માટે સ્ટુડિયોમાં મોકલવામાં આવશે. રેડ બુલ સ્પોટલાઇટની સીઝન ટુના ૧૦ ફાઇનલીસ્ટો અબાવ ધ હેબિટાટ, ખાર ખાતે પરફોર્મ કરશે. વિજેતા દર્શકોના વોટ અને જજોના નિર્ણયના આધારે વિજેતા ચૂંટવામાં આવશે. સ્પર્ધાને લઇ આજથી આઠ દિવસનો વોટિંગનો સમયગાળો આજથી શરૂ થઇ ગયો છે, જે પછી સર્વ ૧૦ શહેરના ફાઈનલિસ્ટો નેશનલ ફાઈનલમાં એકબીજા સામે સ્પર્ધા કરશે, જે અબાવ ધ હેબિટાટ, ખારમાં તા.૧૩ જૂને યોજાશે. આ ફાઇનલીસ્ટો દિલ્હી સ્થિત કલેક્ટિવ સીધે મૌત અને મુંબઈ સ્થિત કલેક્ટિવ્ઝ સ્વદેશી અને ડોપિયાડેલિક્ઝનો સમાવેશ ધરાવતી જ્યુરી સામે પરફોર્મ કરશે. વિજેતા દર્શકોનો વોટ અને જજના નિર્ણયને આધારે ચૂંટવામાં આવશે. હમણાં જ વોટ કરો  વિજેતા આર્ટિસ્ટને પ્રોફેશનલ સ્ટુડિયો ખાતે આલબમ રેકોર્ડ કરવા, સર્વ મંચોમાં આલબમ રિલીઝ કરવાનો મોકો મળશે અને ફોટો સહિતનું આખું પ્રેસ કિટ અપાશે. રેડબુલ સ્પોટલાઇન સીઝન ટુને લઇ લોકોમાં પણ ખાસ કરીને યંગસ્ટર્સમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ છવાયો છે.

(9:18 pm IST)