Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પાટણના રાધનપુર નજીક ટ્રેલર પાછળ જીપ ધડાકાભેર અથડાતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે મોતને ભેટ્યા

પાટણ: રાધનપુર નજીક પાલનપુર હાઇવે રોડ જેલપુરા પાટિયા પાસે પેસેન્જરો ભરીને જઇ રહેલી જીપને કોલસાની ભરેલી ટ્રેલરે પાછળથી જીપને ટક્કર મારતા બે પેસેન્જરોના મોત થયા હતા અને અન્ય મુસાફરોને ઇજાઓ થવા પામી હતી. અકસ્માત કર્યા બાદ ટ્રેલર મુકી ચાલક ફરાર થઇ ગયો હતો. રાધનપુર પોલીસ મથકે ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવવા પામી હતી.

રાધનપુર નજીક પાલનપુર હાઇવે રોડ પર જેલપુરા પાટિયા પાસે પુરીબેન રાવતજી ઠાકોર તેમની પૌત્રી સંગીતાબેન વિક્રમભાઇ ઠાકોર (6) રહે.કલ્યાણપુરા અને ઝબીબેન ભાયચંદભાઇ દેવીપૂજક (50) રહે.રાધનપુર સહિત અન્ય પેસેન્જરો જીપગાડી જીજે 08 9719 માં બેસીને જતા હતા. ત્યારે તે અરસામાં પાછળથી કોલસા ભરેલી ટ્રેલર નંબર આરજે 01 જીબી 5487 ના ચાલકે જીપને પાછળથી ટક્કર મારી અકસ્માત કરતા અકસ્માત સર્જાયો હતો.

(6:15 pm IST)