Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

સુરતના પાંડેસરામાં તરૂણીની છેડતી કરનારને કોર્ટે એક મહિનો વૃદ્ધાશ્રમમાં સેવા કરવાની સજા ફટકારી

સુરત:ના પાંડેસરા વિસ્તારમાં તરુણીની છેડતી કરનાર તરુણને જુવેનાઇલ કોર્ટે દોષિત ઠેરવીને એક મહિનાના દરમ્યાન દરરોજ ત્રણ કલાક વુદ્વાશ્રમમાં સેવા આપવા જવાની સજા ઉપરાંત તેના માતા-પિતાને બાળ કલ્યાણ ફંડમાં ત્રણ હજાર રૃપિયા જમા કરાવવાનો હુકમ કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા ૧૫ વર્ષના તરુણે સને-૨૦૧૬માં રાત્રીના સમયે એક તરુણીને ચોકલેટ આપવાની લાલચ આપીને તેનો હાથ પકડી લીધો હતો. અને ઝાડી ઝાખરામાં લઇ જઇને છેડતી કરી હતી. સમગ્ર ઘટના વેળા એક યુવાન ત્યાં આવી જતા આરોપી તરુણ તરુણીને ત્યાં જ છોડીને ફરાર થઇ ગયો હતો. બનાવ અંગે તરુણીના પરિવારે પાંડેસાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તરુણની અટકાયત કરાઇ હતી. બાદમાં જુવેનાઇલ કોર્ટમાં કેસ શરૃ થયો હતો. બન્ને પક્ષોેની દલીલો સાંભળ્યા બાદ જુવેનાઇલ કોર્ટે આરોપી તરુણને તકસીરવાર ઠરાવ્યો હતો. પણ પ્રોબેશન પર મુક્ત કરીને એક મહિના સુધી પ્રતિદિન ત્રણ કલાક વુદ્વાશ્રમમાં જઇને સેવા આપવાની સજા ફટકારી હતી.

(6:13 pm IST)