Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

વસોના પીજમાં રમતા રમતા બે બાળકોનો ઝઘડો મોટા ઝઘડામાં પ્રવેશ્યો: કુહાડીથી હુમલો થતા પોલીસ ફરિયાદ

નડિયાદ: વસોના પીજમાં ઘર આંગણે રમતા બાળકો વચ્ચે ઝઘડો થતાં તેની રીસ રાખી મોટેરાઓ ઝઘડયા હતા. આ બનાવમાં પિતા અને બે પુત્રએ ભેગા મળી કુહાડી અને ધારીયુ લઈ આવી બે સગાભાઈઓ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે વસો પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. તાલુકાના પીજ ગામે છાપી ભાગોળ વિસ્તારમાં કેતનભાઈ ચીમનભાઈ ઠાકોર રહે છે. તેમના સગાભાઈના બાળકો ઘરના આંગણે રમી રહ્યા હતા. ત્યારે પડોશમાં રહેતા રમણ ઉર્ફે ટીના પુનમભાઈ ઠાકોરના દિકરાએ કેતનભાઈના ભત્રીજાને લાફો મારી દીધો હતો. આથી બાળકો બાળકો વચ્ચે ઝઘડો થયો હતો.

(6:13 pm IST)