Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ખેડા તાલુકાના અલીન્દ્રામાં અગાસીમાં સુતેલ પરિણીતાની આબરૂ લૂંટવાનો પ્રયાસ કરનાર નરાધમ સસરા વિરુદ્ધ ફરિયાદ

ખેડા:તાલુકાના અલીન્દ્રામાં મધરાત્રે ધાબા ઉપર સૂઈ રહેલ મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કરનાર નરાધમ સામે ખેડા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ખેડા તાલુકાના અલીન્દ્રામાં ગત તા.૩-૬-૧૮ની રાત્રે પરિવાર જમી પરવારી ઘરના ધાબા ઉપર સૂઈ ગયા હતા. આ દરમિયાન મધરાત્રીના દોઢ વાગ્યાના સુમારે લ-મણસિંહ નટવરસિંહ રાઉલે ધાબા ઉપર જઈ ઘસઘસાટ ઊંંઘી રહેલ પરિણીતા સાથે છેડછાડ કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાએ બૂમાબૂમ કરતા જાગી ગયેલ તેણીના પતિએ ઠપકો આપતા લ-મણસિંહ રાઉલે મહેન્દ્રસિંહ રાઠોડને માર મારી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.

આ બનાવ અંગે મહિલાની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે લ-મણસિંહ રાઉલ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:11 pm IST)