Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

મહિલાઓના લગ્નની નોંધણી સર્ટીફિકેટ માટે ૫૦૦માં મોઢું નાખતા મહિલા સરપંચ ઝડપાયા

ભરૂચ તા. ૬ : પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયતના મહિલા તલાટી કમ મંત્રી અને તેમના મળતીયાને એસીબીની ટીમે એક મહિલાના લગ્નની નોંધણીનું સર્ટિફીકેટ આપવા માટે રૂ. ૫૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા હતા.

જયારે ભરૂચ તાલુકાના સિમલીયા ગામની મહિલા તલાટી કમ મંત્રી દ્વારા એક કોન્ટ્રાકટરના પ્રધાન મંત્રી આવાસ યોજનામાં બનાવેલાં આવાસોના ૨.૬૦ લાખના બીલ પાસ કરવાના બદલામાં ૨૫ હજારની લાંચ માંગી હતી. જેના પગલે ભરૂચની એસબીની ટીમે છટકું ગોઠવી મહિલા તલાટીને ઝડપી પાડી હતી. ભરૂચ એસીબીની ટીમનો સંપર્ક કરી તમામ હકિકતથી વાકેફ કરતાં આજે મંગળવારે એસીબીની ટીમે છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી આબાદ ઝડપાઈ ગયા હતા.

(4:38 pm IST)