Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

ધોળકાના બોરુ ગામે ઇન્ચાર્જ એસપી પર હુમલો :200થી વધુના ટોળા સામે રાયોટિંગનો ગુન્હો :20 લોકોની ધરપકડ

અમદાવાદના ધોળકામાં બોરૂ ગામે ઈન્ચાર્જ એસપી પર હુમલો કરવાના મામલામાં 200થી વધુના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છેકોઠ પોલીસે 20 લોકોની ધરપકડ કરી છે. સરકારી કામમાં લોકોએ દખલ કરવાના ગુનામાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. 

 પશુ ચરાવવાની બાબતમાં મોટીબોરૂ ગામના મશરૂભાઈને મોતના ઘાટ ઉતારી દેવાયા હતા. જે ગુનામાં પોલીસ તપાસ માટે બોરૂગામ ગઈ હતી. જ્યાં લોકો દ્વારા ઈન્ચાર્જ SP પર હુમલો કરી કરવામાં આવ્યો હતો.

  ધોળકાના મોટીબોરૂગામે રહેતા અને ઘેટા,બકરી પશુપાલન અને હાથમજુરી કામકરતા જુની અદાવત રાખીને ઘાતક હથીયારો વડે હુમલોકરીને મોતને ઘાટ ઉતારવામા આવ્યા હતા. મશરૂભાઈના સંબંધીઓ દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવ અંગે ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનમાં એફ,આર,આઈ લખાવી છે અને આ બનાવ અંગે કોઠ પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:39 pm IST)