Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમદાવાદની જાણીતી આરજેની ફરિયાદ બાદ તેના પૂર્વ પતિની ધરપકડ: મોબાઇલ અને લેપટોપ કબ્જે

અમદાવાદની જાણીતી રેડીયો જોકીએ પોતાના પૂર્વ પતિ સામે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે તેના પૂર્વ પતિની ધરપકડ કરી છે. પૂર્વ પતિએ તેના અશ્લીલ અને બીભત્સ મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા. આ અંગે આરજેએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેના પતિની ધરપકડ કરીને તેની પૂછપરછ શરૂ કરી છે. સાઇબર ક્રાઇમે પૂર્વ પતિની ધરપકડ કરીને તેનો મોબાઈલ અને લેપટોપ કબ્જે કર્યું છે

   આ અંગેની વિગત મુજબ જાણીતી આર.જે.એ સોમવારે સાઇબર ક્રાઇમમાં એક અરજી આપી હતી. બોલિવૂડના કલાકારો સાથે સારો ઘરોબો ધરાવતી આ રેડિયો જોકીએ પોતાની અરજીમાં પૂર્વ પતિ સામે બીભત્સ સંદેશ મોકલવાનો આરોપ લગાવ્યો છે. આરજેનું કહેવું છે કે તેના પૂર્વ પતિએ તેને સોશિયલ મીડિયામાં અભદ્ર સંદેશ મોકલ્યા હતા. એટલું જ નહીં તેના ફેસબુક પર ખાનગી વાતોના બ્લોગની લિંક પણ પોસ્ટ કરી હતી. આરજેએ પૂર્વ પતિ તેને માનસિક ત્રાસ આપતો હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કર્યો છે.

(1:31 pm IST)