Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

લોકડાઉન : રાજપીપળાના સેવાભાવી મુસ્લિમો દ્વારા અનાજ- શાકભાજી -ફ્રુટનું વિતરણ:૫૦૦ થી વધુ કીટ વિતરણ કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :હાલ કોરોના મહામારીના કારણે લોકડાઉન માં ગરીબોની હાલત ફફોડી બની છે ત્યારે કેટલીક સામાજિક સંસ્થાઓએ દ્વારા ભોજન તેમજ અનાજ નું વિતરણ કરાયું છે ત્યારે રાજપીપલામાં પણ ઘણા બધા સેવાભાવી ગ્રુપ ગરીબોની વ્હારે આવ્યા છે
           રાજપીપળાના મુસ્લિમ યુવાનો દ્વારા લોકડાઉન સમયે કેટલાક લોકો માટે શાકભાજી, ફ્રુટ ,અનાજની લગભગ 500થી વધુ કિટનું વિતરણ કરાયુ હતું.
          સેવાભાવી યુવાનોના જણાવ્યા મુજબ જ્યારથી લોકડાઉન શરૂ થયું છે ત્યારથી બીજાજ દિવસથી અમે ગરીબ જરૂરિયાતમંદો માટે અનાજ, ફ્રુટ તેમજ શાકભાજીનું વિતરણ શરૂ કર્યું છે આજસુધી 500થી વધુ કીટ વિતરણ કરી છે ઉપરાંત સસ્તા અનાજની દુકાનો બેંકો વિગેરે જ્યાં લોકો વધુ હોય છે ત્યાં પાણીનું પણ વિતરણ કર્યું છે અને જ્યાંસુધી લોકડાઉન રહેશે ત્યાંસુધી આ સેવા ચાલુ રાખીશું.ન્યાત જાતના ભેદભાવ વિના માનવતા દાખવી અમે આ સેવા કરી રહ્યા છે.

(5:52 pm IST)