Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

અમદાવાદમાં કોરોનામાં લોકડાઉનમાં ખાદ્ય તેલની અછત ન સર્જાય તે માટે ઓઇલ મીલ્સને ચાલુ રાખવાનો આદેશ આપવામાં આવ્યો

અમદાવાદ: શહેરમાં કોરોના વાયરસના કેરને પગલે લોકડાઉનમાં અને ત્યારબાદ ગુજરાતમાં ખાદ્ય તેલની અછત સર્જાય નહીં માટે કપાસ જીનીંગ અને ઓઇલ મિલ્સને ચાલુ રાખવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ખાદ્ય તેલની ભારે અછત સર્જાઇ હતી અને જેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે. અંગે મુખ્યમંત્રી વિજય રૃપાણીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, 'ગુજરાતમાં ખાદ્ય તેલના ઉત્પાદનને વિપરીત અસર પહોંચે તેમજ અછતની સ્થિતિ સર્જાય નહીં તેવા હેતુથી કપાસની જીનિંગ મિલ્સ, પિલાણ તેમજ પેકિંગ માટે કપાસ ઓઇલ મિલ્સ અને સમગ્ર પ્રક્રિયામાં જોડાયેલી કામગીરી સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓ દ્વારા કપાસ જીનિંગ મિલ સુધી લઇ જોવા-મિલ્સમાંથી કપાસિયા ઓઇલ મિલ્સ સુધી લઇ જવામાં પરિવહન તેમજ પ્રક્રિયામાં જોડાયેલી અન્ય કામગીરી લોકડાઉન દરમિયાન કરી શકાશે.

(5:36 pm IST)