Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

૩.૪૦ લાખ નોન NFSA BPL રેશનકાર્ડ ધારકોને પણ ઘઉં, ચોખા, દાળ મળશે

રાજકોટ,તા.૬: રાજ્ય સરકારે નોન નેશનલ ફુડ સિકયુરીટી એકટ બી.પી.એલ રેશનકાર્ડ ધારકોને પણ ઘઉં, ચોખા અને દાળનો વધારાનો લાભ આપવાનું નકકી કર્યું છે. આ અંગે શનિવારે નાગરિક પુરવઠા વિભાગના નિયામક દ્વારા તમામ કલેકટરો જોગ પરિપત્ર કરવામાં આવ્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે, કોરોના વાયરસ સંદર્ભે અગ્રતા ધરાવતા કુટુંબો (પીએચએચ)માં સમાવિષ્ટ રેશનકાર્ડ ધારકોને માહે એપ્રિલ-૨૦૨૦ માટે વ્યકિત દીઠ ૩.૫૦૦ કિ.ગ્રામ ઘઉં, ૧.૫૦૦ કિ.ગ્રામ ચોખા તથા કુટુંબ દીઠ ૧ કિ.ગ્રા ખાંડ, અને ૧ કિ.ગ્રા મીઠું વિનામૂલ્યે મળવાપાત્ર રહે છે.

અનુસાર રાજ્યમાં ૩.૪૦.૦૨૫ લાખ NON- NFSA BPL રેશનકાર્ડ ધારકોની ૧૪,૯૨,૪૫૪ લાખ જનસંખ્યાન. માહે-એપ્રિલ -૨૦૨૦ માટે વ્યકિતદીઠ ૩.૫૦૦ કિ.ગ્રા. ઘઉં, ૧.૫૦૦૦ ચોખા તથા કાર્ડ દીઠ ૧ કિલો દાળ વિનામૂલ્યે આપવાના રહેશે.

આ ૩.૪૦ લાખ NON- NFSA BPL ના રેશનકાર્ડ ધારકોને ખાંડ તથા મીઠાનો જથ્થો નિયમોનુસાર મળવાપાત્ર રહેશે. તેમ ઠરાવેલ છે. જે મુજબ ચાલુ એપ્રિલ-૨૦૨૦ માસમાં તા. ૨૮/૩/૨૦૨૦ના ઠરાવથી તેઓને ખાંડ તથા મીઠાનો મળવાપાત્ર જથ્થો વિનામૂલ્યે મળી રહેલ છે.

(2:14 pm IST)