Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

તમામ અધિકારીઓ તથા સ્ટાફ સ્વૈચ્છાએ સેવાકીય કાર્યોમાં જોડાયા તેનો મને હર્ષ છેઃ એસપી દિવ્ય મિશ્રા

લકવાગ્રસ્ત પત્નીની દવા લેવા નિકળેલા પતિની રસ્તામાં તબીયત બગડતા પોલીસે ઘેર પહોંચાડી દવાઓ પણ પુરી પાડીઃ આતો ફકત દ્રષ્ટાંતઃ ખેડા પોલીસનો સુભાશીષ પ્રોજેકટ ખરા અર્થમાં સિનીયર સીટીઝનો, એકલી રહેતી મહિલાઓ વિગેરે માટે આર્શીવાદ સમો છે

રાજકોટ, તા., ૬: કોરોના વાયરસ સંદર્ભે લોકો લોકડાઉન દરમિયાન ઘરની બહાર નિકળી પોતે અને પોતાના પરીવાર તથા અન્ય લોકોના જીવ જોખમમાં ન મુકે  તે માટે કડકાઇથી અમલ કરાવવા સાથે જીવન જરૂરી વસ્તુઓ વગર સિનીયર સીટીઝનો  ગંભીર દર્દથી પીડાતા દર્દીઓ કે એકલા રહેતા મહિલાઓને જરૂરીયાત મુજબની તમામ મદદ મળી રહે તેવા શુભ આશયથી શરૂ થયેલ શુભાશીષ પ્રોજેકટના સ્વપ્ન દ્રષ્ટા એવા ખેડા એસપી દિવ્ય મિશ્રાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે આવી પરોપરકારી કામગીરીમાં પોતે માત્ર એકલા જ નહી જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને નાનો મોટો સ્ટાફ સ્વેચ્છાએ જોડાઇ હોંશે હોંશે આ કામગીરી કરી સમાજ પ્રત્યેનું ઋણ ચુકવે છે તે બાબતનું તેમને ગૌરવ સાથે હર્ષ પણ છે.

તેઓએ જણાવેલ કે ચાલુ વર્ષના માર્ચ માસની ર૮ તારીખે આ પ્રોજેકટનો પ્રારંભ કર્યો અને પ્રિન્ટ મીડીયા તથા ઇલેકટ્રોનીક મીડીયાએ આ વાત ઘર-ઘર પહોંચાડતા જ  ખરા અર્થમાં જરૂરીયાતવાળાને મદદ કરવા માટે અમારૂ કામ સહેલુ બન્યું. નડીયાદના સિનીયર સીટીઝન જીતુભાઇ શાહ તથા અન્યોને જીવન જરૂરી વસ્તુઓ ઘેર પહોંચાડી,  કપડવંજના અંધ સીનીયર સીટીઝનને દવાઓ પોલીસ મારફત ઘેર બેઠા મળી. આજ રીતે સીનીયર સીટીઝનને દવા, ૬૮ વર્ષના સીનીયર સીટીઝનને પોતાની લકવાગ્રસ્ત પત્નીની દવા લેવા નિકળતા રસ્તામાં તબીયત બગડતા પોલીસે ઘરે પહોંચાડી જરૂરી દવાઓ પણ પુરી પાડી.

આજ રીતે ૬૮ વર્ષ, ૭૯ વર્ષના સીનીયર સીટીઝન તથા ૭૪ વર્ષના ડોકટર દંપતીને હેન્ડ ગ્લોઝ, માસ્ક પુરા પાડયા. આસામના  સંગીતા ગોગોઇ જે કેન્સરથી પીડાતા હતા અને જેઓ ફુટ પર જ હતા તેમના માટે આસામના લખ્મીપુરના એસપી શ્રી રાજવીર મારફત કાયમી વ્યવસ્થા ગોઠવેલ. તે બાબત જાણીતી છે. આમ સમાજ પ્રત્યેના ઋણ ચુકવવાની જે તક મળી તે બદલ જેટલો આનંદ વ્યકત કરીએ તેટલો ઓછો છે. (૪.૭)

(12:52 pm IST)