Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પૂનામાં અભ્યાસ કરવો વડોદરાની યુવતીને ભારે પડયો: દુબઈના પરિણીત યુવકે બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવતા અરેરાટી: પોલીસ ફરિયાદ

વડોદરા:પૂનાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વડોદરાની એક વિદ્યાર્થિનીની પાછળ પડી ગયેલા દુબઇના આધેડે વડોદરાની હોટલમાં વિદ્યાર્થિની ઉપર બળાત્કાર ગુજારી ગર્ભપાત કરાવતાં પોલીસે  બળાત્કારી આધેડ અને તેના બેન-બનેવી સામે ગુનો નોંધ્યો છે.

વિદ્યાર્થિનીએ  પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,વર્ષ-૨૦૧૬માં હું જ્યારે પૂનાની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેના ટ્રસ્ટી મેડમે તેમના મહિલા સબંધી દર્દીની જવાબદારી મને સોંપી હતી.દર્દીની સાથે દુબઇના શારજહાં ખાતે રહેતો તેમનો આધેડવયનો પુત્ર ચન્દ્રેશ પ્રવિણચંદ્ર ભટ્ટ પણ રહેવા આવ્યો હતો.

(5:32 pm IST)