Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પાટણ પોલીસ પરિવાર દ્વારા પોલીસ અધિક્ષક શોભા ભુતડાને વિદાયમાન

વિદાય પ્રવચન વેળાએ પોલીસ વડાની આંખમાંથી આંસુ સરી પડયા

પાટણ તા.પઃ પાટણ જિલ્લાના બાહોશ મહિલા પોલીસ વડા શોભાબેન ભૂતડાને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે જોઇન્ટ ડાયરેકટર પદે ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ડેપ્યુટેશન પર મુકતા તેમનો વિદાય-સન્માન સમારોહ પાટણ પોલીસ પરિવાર દ્વારા યોજાયો હતો.

પોલીસ વડા શોભા ભૂતડાએ તેમણે પાટણમાં દોઢ વર્ષ બજાવેલી ફરજ દરમિયાન પાટણની પ્રજા તથાપોલીસ સ્ટાફ તરફથી મળેલ સહકાર અને હુફની ભારોભાર પ્રશંસા કરતા તેઓની આંખમાંથી આંસુ સરી પડયા હતા.

પોલીસ પરિવારે તેઓની  ગાડીને રસ્સી વડે ખેચી આગળ વધારીને ભવ્ય વિદાયમાન આપ્યુ હતું.

પોલીસ અધિક્ષકે તેમના દોઢ વર્ષના કાર્યકાળ દરમિયાન અસામાજિક પ્રવૃત્તિને રીતસર ડામી દીધી હતી અનેક ગુન્હાઓ ગણત્રીના દિવસોમાં ડીટેકટ કર્યા હતા. ગંભીર ગુન્હાની ટેવ ધરાવતા ટપોરીઓ પણ શાંત થઇને બેસી ગયા હતા એકંદરે પોલીસ અધિક્ષકે ભારે કડકાઇ અને નિષ્ઠાથી ફરજ બજાવી પોલીસ પરિવાર તથાનગરજનોમાં ભારે લોકચાહના મેળવી હતી.આ સન્માન-વિદાય સમારોહમાં નાયબ પોલીસ અધિક્ષક વાઘેલા, સી. એલ. સોલંકી, આર. પી. ઝાલા, જે. ટી. સોનારા, એલ.સી.બી. પી.આઇ વાય. કે.  ાલા, પોલીસ કર્મચારીઓ શહેરના આગેવાન નાગરિકો - વેપારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)