Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમદાવાદ-મુંબઇ વચ્ચેની ટ્રેનો લેટ : ફલાઇટોનું ટાઇમટેબલ ખોરવાયું

મુંબઇમાં ભારે વરસાદના કારણે હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા

અમદાવાદ, તા. પ :  મુંબઇમાં છેલ્લા ૩૬ કલાકમાં મુશધાર વરસાદને પગલે શહેરનું જનજીવન હવાઇ અને રેલ વ્યવહાર ખોરવાયો છે. જેને પગલે સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મુંબઇ આવતી જતી નવ ટ્રેન ત્રણ કલાક મોડી ચાલી રહી છે. અનેક ટ્રેન ડાઇવર્ટ કરાવમાં આવી છે. જયારે કેટલીક ટ્રેનને ડાઇવર્ટ કરીને રેલ્વે વ્યવહાર મેેનેજ કરવામાં આવી રહ્યો છે. મુંબઇથી પસાર થતી મોટાભાગની ટ્રેન નિયત સમયથી મોડી ચાલીર હી છે. જયારે અલગ અલગ સ્થળોએ જતી આવતી કુલ પ૩ ફલાઇટ સવારે બાર કાલક સુધીના સમય દરમિયાન રી શિડયુલ કરવામાં આવી છે.

વરસાદને કારણે રેલવેની ત્રણે લાઇન ખોરવાઇ છે. બીજી તરફ મોટાભાગની ફલાઇટ એક કલાકથી ત્રણ કલાકના વિલંબે ઉડી રહી છે. મુંબઇમાં ગઇકાલથી ભારે વરસાદ પાડી રહ્યો છે. ભારે વરસાદની અસરલ મુંબઇ એરપોર્ટ પર પણ જોવા મળી છે. છેલ્લા ૩૬ કલાકથી મુંબઇમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને પગલે અનેક રેલ્વે પ્લેટફોર્મ પર પાણી ભરાઇ ગયાં છે. પાણી ભરાઇ જવાને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. અમદાવાદથી મુંબઇ આવતી જતી ગુજરાત મેલ-ર, કલાક, વડોદરા, એકસપ્રેસ -ર કલાક, અવંતિકા એકસપ્રેસ-૪ કલાક, ભાવનગર એકસપ્રેસ-૩ કલાક, અવધ એકસપ્રેસ-દોઢ કલાક, ગાઝીપુર એકસપ્રેસ-૧ કલાક, ભુજ એકસપ્રેસઅ૧ કલાક બાંદ્રા જામનગર-દોઢ કલાક મોડી ચાલી રહી છે.

જયારે અમદાવાદ એરપોર્ટથી મુંબઇ આવતી જતી ૧૦ ફલાઇટ બે કલાક માટે મોડી રી-શિડયુલ કરાઇ હતી. જયારે ઇન્ડિગોની સવારે ૮.૪પ ની મુંબઇની ફલાઇટ રદ કરવામાં આવી તી. દિલ્હી આવતી જતી કુલ ફલાઇટના શિડયુલ બેથી ત્રણ કલાક માટે રી શિડયુલ કરાયાં છે. આ બાર ફલાઇટ તેના નિયત સમય કરતા મોડી છે. અમદાવાદથી મુંબઇ દિલ્હી સિવાયની જયપુર, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નાઇ ચંડીગઢ, નાગપુર, બાગડોગરા, વારાણસી, લખનૌ, બેલગામ સહિતની કુલ પ૩ ફલાઇટ સવારે બા કલાક સુધી રી-શિડયુલ કરવામાં આવી છે.

(4:05 pm IST)