Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પંચમહાલમાં સગો બાપ નરાધમ બન્યોઃ ઘરમાં સુતેલી દિકરીને ઉઠાવી દુષ્કમર્ આચયુર્

પંચમહાલ :એક સમય હતો જ્યારે દીકરીઓ પોતાના ઘરમાં સલામત હતી, પણ હવે તો તેમના માટે પોતાનું ઘર પણ સુરક્ષિત નથી. હવે કેટલાક પિતા પણ સંબંધોને લજવી રહ્યાં છે. આવો એક કિસ્સો પંચમહાલમાં બન્યો છે. જ્યાં પિતાએ સગી પુત્રી પર બળાત્કાર કર્યો હતો. એક વર્ષ સુધી દીકરીએ વાત દબાવી રાખી હતી, પણ આખરે પિતાનુ પાપ સામે આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, પંચમહાલ જિલ્લાના ઘોઘંબાના વાવકુંડલી ગામે સગીર પુત્રી પર પિતા દ્વારા દુષ્કર્મ આચરવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટના એક વર્ષ પહેલાની છે. 16 વર્ષની સગીર પુત્રી પોતાના ઘરે નિંદ્રાધીન હતી, ત્યારે પિતા તેને ઊંચકીને લઈ ગયી હતી, અન તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પુત્રી સાથે રહેલ અન્ય એક મહિલા સમગ્ર ઘટના જોઈ ગઈ હતી. પરંતુ નરાધમ પિતાએ મહિલાને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આમ, સામાજિક દબાણમાં આવીને પુત્રીએ એક વર્ષ સુધી વાત દબાવી રાખી હતી. પરંતુ આખરે પિતાનું પાપ એક વર્ષ બાદ ખૂલ્યુ હતું. સમગ્ર મામલે દામાવાવ પોલીસ મથકે નરાધમ પિતા વિરુદ્ધ પુત્રીએ ફરિયાદ નોંધાવી છે.

(5:44 pm IST)