Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

સુરતમાં પાવર લુમ્સ પર અસામાજીક તત્વોનો પથ્થરમારો: ખાતાઓ બંઘ કરાવવાનો પ્રયાસ

પ્રોટેકશન આપાવની સાથે પેટ્રોલિંગ વધારવામાં માંગણી

સુરતના પાંડેસરા વડોદ ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે કેટલાક અસમાજીક ત્તવો દ્વારા પાવર લુમ્સ ઉપર પથ્થર મારો કરી ખાતાઓ બંઘ કરાવવાનો પ્રયાસ કર્યો હતો બંધ થઇ ગયેલા પાવર લુમ્સ સવારે વેપારીઓએ એક સાથે ભેગા થઇને ખોલ્યા હતા અને પોલીસ પાસે માંગ કરી હતી કે તેમને પ્રોટેકશન આપાવની સાથે પેટ્રોલિંગ વધારવામાં આવે જેથી આવા અસામાજીક ત્તવોનું દુષણ દુર થઇ શકે.

સુરત શહેરમાં પહેલાથીજ પાવર લુમ્સનો વ્યવસાય મંદ ગતીએ ચાલી રહ્યો હતો. ત્યારે માંડ માંડ દિવાળી બાદ પાવર લુમ્સના ખાતાઓએ જોર પકડયું છે. ત્યારે ગઇ કાલે રાત્રી દરમિયાન કેટલાક અજાણ્યા કારીગરો દ્વારા કેટલાક ખાતાઓ પર પથ્થર મારો કરી તે ખાતા બંધ કરાવી દીધા હતા.

(7:33 pm IST)