Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

મોડાસામાં કારચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા સોસાયટીમાં મકાનની દીવાલ તોડીને અંદર ઘુસી ગઈ

સદનસીબે ઘર પાસે રમતા ત્રણ બાળકોનો બચાવ : કાર ચાલાક ફરાર : સ્થાનિકો રોષે ભરાયા

મોડાસાના એક કાર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા સોસાયટીના મકાનની દીવાલ તોડીને કાર ઘરની અંદર ઘુસી ગઈ હતી જોકે આ અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો અકસ્માતને પગલે સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો

 આ અંગે મળતી વિગત મુજબ મોડાસાની ઋષિકેશ સોસાયટી પાસે કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. સોસાયટીના રહેણાંક મકાનની દીવાલ તોડી કાર અંદર ઘુસી ગઈ હતી. અકસ્માત સર્જી બે કાબુ કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો છે. જો કે સદનસીબે ઘર આગળ રમતા ત્રણ બાળકોનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે સ્થાનિકો રોષે ભરાયા હતા.

(7:31 pm IST)