Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

વલસાડ જિલ્લામાં વાતાવરણમાં પલટો : અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી ઝાપટું

કપરાડા-ધરમપુર પંથકમાં અને ડાંગના આહવામાં વરસાદી ઝાપટા

વલસાડના અંતરિયાળ વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને કમોસમી વરસાદના ઝાપટા પડયા છે. દાદરા નગર હવેલી સહિત વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

 મળતી વિગત મુજબ . વલસાડના કપરાડા અને ધરપમપુરના અંતરિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કપરાડાના જંગલ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટુ પડ્યું છે. તો આ તરફ ડાંગના આહવામાં પણ વરસાદી ઝાપટુ પડ્યું હતું.

(7:00 pm IST)