Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

વિરમગામના ચણોઠીયા ખાતે માં કૃપા સમૂહલગ્ન સમિતિ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા

સમૂહ લગ્ન સત્કાર સમારોહમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ: વિરમગામ તાલુકાના ચણોઠીયા ગામ ખાતે  ચણોઠીયા - માં કૃપા સમૂહલગ્ન સમિતિ આયોજીત પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્ન નિમિત્તે 07 નવદંપતી સત્કાર સમારોહમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

  વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, ‘સમૂહ લગ્ન’ દ્વારા સામાજિક એકતા પ્રદર્શિત થાય છે. બચત, કરકસર અને સૌનો સાથએ સમૂહ લગ્નના અગત્યના પાસા છે. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો અને રૂઢિઓને તિલાંજલી આપી સમૂહલગ્નોનો સ્વીકાર વિકાસની નવી પરિભાષા છે. સમાજના પરિવારોમાં પરસ્‍પર સંગઠિતતાનો ભાવ કેળવાય તે માટે સમુહ લગ્ન એ ક્રાંતિકારી અભિગમ છે. સમાજમાં ક્રાંતિકારી અભિગમ સમાન સમૂહ લગ્નનું આયોજન કરનાર ચણોઠીયા - માં કૃપા સમૂહલગ્ન સમિતિ ને અભિનંદન આપું છું.

(6:16 pm IST)