Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

અરબી સમુદ્રમાં લો પ્રેશરઃ ગુજરાતમાં ફરી વરસાદની આગાહીઃ આહવામાં માવઠું

અમદાવાદઃ રાજયમાં કમૌસમી વરસાદના કારણે કમરતોડ મારથી હજુ ખેડૂતો બેઠા નથી થયા ત્યાં ફરીથી  રાજય માથે કમોસમી વરસાદનું સંકટ તોળાઇ રહ્યું છે.દક્ષિણ પશ્ચિમી અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થતાં રાજયના  વાતાવરણમાં પલ્ટો આવશે. હવામાન વિભાગની આગાહી મુજબ  રાજયમાં આગામી બે દિવસ સુધી સુકુ વાતાવરણ રહ્યા પછી  રાજયમાં ભેજવાળું વાતાવરણ સર્જાશે.

હવામાન વિભાગની આગાહી મુજબ રાજયમાં ૪ ડિસેમ્બરે આણંદ, ભરૂચ, વડોદરા, નર્મદા, વલસાડ, નવસારી, ભાગનગર, અમરેલી ગીરસોમનાથમા કમોસમી વરસાદ વરસી શકે છે. રાજયના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસે તેવી શકયતા છે.

(12:45 pm IST)