Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

અમદાવાદમાં કેન્દ્રની શ્રમયોગી માનધન યોજનાનો પ્રારંભ : સિનિયર સિટિઝન માટે સરકાર આપશે ત્રણ હજારનું પેંશન

મહીને ૨૦૦ સરકારમાં જમા કરાવશે તો ૬૦ વર્ષ બાદ દર મહિને ત્રણ હજાર પેન્શન આપશે

અમદાવાદ : અમદાવાદમાં કેન્દ્ર સરકારની શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરવામાં આવી છે. આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય અગાઉ શરુ કરવામાં આવી હતી. જેમાં લઘુ ઉદ્યોગ ધરાવતા અને સીનીયર સીટીઝન માટે પેન્શન યોજના છે. જેના આધારે ૬૦ વર્ષ બાદ સરકાર ૩ હજાર પેન્શન આપશે. જે યોજનાની શરૂઆત રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દીલીપજી ઠાકોરે શરૂઆત કરાવી છે.

   આ યોજના હેઠળ ૩ લાખ ૬૨ હાજર લોકોની નોંધણી થઇ છે.  યોજના હેઠળ જો ઉમર ૧૮ વર્ષ હોય તો દર મહીને ૫૫ રૂપિયા જયારે તેનાથી વધારે ઉમર હોય તો મહીને ૨૦૦ રૂપિયા સરકારમાં જમા કરાવવામાં આવશે. તો સરકાર ૬૦ વર્ષ બાદ દર મહિને ત્રણ હજાર પેન્શન આપશે. અત્યાર સુધી રાજ્યના નોંધાયેલા લોકોના ૪ કરોડ રૂપિયા જમા થયા છે. તો અત્યાર સુધીની સૌથી વધારે નોંધણી ગુજરાતમાં થઇ હોવાનું મંત્રી કહી રહ્યા છે.

(9:39 pm IST)