Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વિરમગામ બાર એસો,ના વકીલો ઓચોક્કસ મુદતની હડતાળ પર : છેલ્લા 45 દિવસથી કામકાજથી અળગા

સરકારી વકીલના અપમાનજનક ઉચ્ચારણો સામે સમયે જબરી નારાજગી

અમદાવાદ:વિરમગામ કોર્ટમાં સરકારી વકીલ પી.પી.નાંદોલિયાએ અપમાનજનક ઉચ્ચારણો સામે વિરમગામ બાર એસોસિએશનના વકીલો ઓચોક્કસ મુદતની હડતાળ પર છે. આ વકીલો છેલ્લા 45 દિવસથી કામકાજથી અળગા રહીને વિરોઘ કરી રહ્યાં છે. જેને કારણે કોર્ટમાં કામકાજ ઠપ થઈ ગયું છે.

 જાણવા મળ્યા મુજબ સરકારી વકીલ નાંદોલિયા કોર્ટમાં સમયસર હાજર રહેતા ન હોવાથી પક્ષકારો હાલાકીમાં મુકાતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ત્યારે જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટે તેમને સમયસર હાજર રહેવા સુચન કર્યું હતું. ત્યારે નાંદોલીયા કોર્ટમાં ઉશ્કેરાઈ ગયા હતા. અને અન્ય વકીલો સામે અપમાનજનક ઉચ્ચારણો કર્યા હતા. જેને લઈને વિરમગામ બાર એસોસિએશન નાંદોલિયાના વિરોધમાં કામકાજથી અળગા રહ્યા છે.

(10:00 pm IST)