Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મહેસાણામાં પાટીદાર યુવાનો-એસપીજીના સભ્યો દ્વારા કલેકટર કચેરીએ હલ્લાબોલ

ભારે સુત્રોચાર સાથે સરકાર વિરોધી નારા લગાવ્યા ;અલ્પેશ કથિરિયાને મુક્ત કરવા માંગ કરી

મહેસાણા :રાજ્યમાં અનેક જગ્યાએ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસને સમર્થન મળી રહ્યું છે. મહેસાણામાં પાટીદાર યુવાનો, એસપીજીના સભ્યો કલેકટર ઓફિસમાં જય પાટીદાર, જય જવાન જય કિસાનનાં નારા સાથે પહોંચ્યા હતા. તેમણે ભાજપ વિરોધી નારા પણ લગાવ્યા હતા. અલ્પેશ કથિરીયાને જેલમુક્ત કરલા અને તેની પરનો રાજદ્રોહનો કેસ પાછો ખેંચવા રજૂઆત કરીને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

(9:58 pm IST)