Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હવે વેચાણ કરનારે મિલ્કત પર કોઈ હક્ક નથી તેવી બાહેંધરી આપવી પડશે :રેરા દ્વારા ખરીદનારના હક્ક માટે ગાઇડલાઇનનો પરિપત્ર જાહેર

અમદાવાદ: રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી (રેરા)એ મિલકત ખરીદનારના હક માટે  સ્પષ્ટ ગાઇડલાઇન બાબતે પરિપત્ર જાહેર કર્યો છે તે મુજબ હવે કોઇ પણ મિલકત વેચાણ આપનારે મિલકત ટ્રાન્સફર વખતે મિલ્કત પર તેમને કોઇ હક નથી. તેવી બાહેધરી આપવી પડશે.

 ડેવલપર્સ કે પ્રમોટર્સ દ્વારા રજૂ થતા દસ્તાવેજોમાં અનેક વિસંગતતા અને ક્ષતિઓ જોવા મળવાની ફરિયાદોના પગલે રેરાએ રજિસ્ટ્રેશન માટે રજૂ થતા લિગલ દસ્તાવેજો માટેની ગાઈડલાઇનને વધારે સ્પષ્ટ કરતો પરિપત્ર જાહેર કર્યો છે.

 પ્રમોટર કે મૂળ માલિકને પ્રોજેક્ટની જમીન મિલકત તેને ખરીદનાર અને એસોસીએેશનને ટ્રાન્સફર કર્યા પછી ખરીદી કરનારનાં કોઇ હિતને નુકસાન થાય તેવા કોઇ પણ પ્રકારના હક રહેતા નથી તેવી સ્પષ્ટતા સાથે પ્રફોર્મા ફોર સેલ ડીડમાં બાંયધરી આપવી પડશે.

 એટલું જ નહીં પ્રફોર્મા ફોર સેલ ડીડમાં વેચાણ દસ્તાવેજમાં જમીન માલિકો, ડેવલપર કે હિત સંબંધ ધરાવતી તમામ વ્યક્તિઓએ વેચાણ આપનાર કે કન્ફર્મિંગ પક્ષકાર તરીકે જોડાવા અંગે સ્પષ્ટતા કરવી પડશે.

(8:29 pm IST)