Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

અરવલ્લીના શામળાજી નજીક 7.80 કરોડના દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાઈ ગયું

અરવલ્લી:જિલ્લાના શામળાજી પોલીસ સ્ટેશનના કબ્જા હેઠળના રૂ.૭.૮૦ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર ગુરૂવારના રોજ બુલડોઝર ફેરવી દેવાતાં પકડાયેલ દારૂ સાચવવાની ઝંઝટમાંથી રાહત મળી હતી.ચેક પોસ્ટ નજીકના ખુલ્લા મેદાનમાં પાથરવામાં આવેલા ૩ લાખથી વધુ બોટલો પર જયાારે બુલડોઝર ફેરવાયું ત્યારે દારૂની ઉડેલી છોળોથી જાણે વિદેશી દારૂની નદી વહેતી થઈ હોય તેવા દ્દશ્યો જોવા મળ્યા હતા.

શામળાજી પોલીસ સ્ટેશનમાં વર્ષે દહાડે કરોડો રૂપિયાાનો પકડેલા વિદેશી દારૂનો જથ્થો કબ્જે કરવામાં આાવે છે.ઝડપી પાડેલા મોટા પ્રમાણમાં દારૂને સાચવવા પૂરતી જગાના અભાવે આ દારૂનો જથ્થો જ ેતે વાહનોમાં જ સીલ કરી પોલીસ લાઈનોમાં વાહનો ખકડી દેવામાં આવતા હોય છે.પરંતુ જયારે પોલીસ કબ્જા હેઠળના દારૂના જથ્થા પૈકી ૧૩૧ પેટી દારૂ ચોરાઈ જતાં પોલીસ પર ધાત વરસી હતી.અને સ્ટેશનના જવાબદાર અધિકારી સબ ઈન્સ્પેકટર સહિત બે પોલીસ કર્મી.ઓને સસ્પેન્ડ કરી દેવાયા હતા. આ ચકચારી દારૂ ચોરી પ્રકરણમાં હજુ પોલીસ મુખ્ય આરોપી એવા બુટલેગર સુધી એક યા બીજા કારણોસર પહોંચી શકી નથી.પરંતુ પોલીસ સ્ટેશનમાં ઉભરાઈ રહેલા આ દારૂના જથ્થાને નાશ કરવાની લીલીઝંડી મળતાં જ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી.ઓ માં હાશકારો ફેલાયો હતો.ગુરૂવારના રોજ રતનપુર ચેક પોસ્ટ નજીક આવેલા સેલટેક્ષની ચેકપોસ્ટ સામેના ખુલ્લા મેદાનમાં આ દારૂની ૩,૦૧૦૮૫ બોટલોનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

(4:35 pm IST)