Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

બનાસકાંઠા જીલ્લામાં પાણીની સમસ્યાથી ખેડૂતોની હાલત કફોડી

બનાસકાંઠા:જિલ્લાના કાંકરેજ-દાંતીવાડા પંથકમાં અંડર ગ્રાઉન્ડ સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા ખેડૂતોએ હલ્લાબોલ કર્યું હતું. ચાંગા પમ્પીંગ સ્ટેશન દોડી જઈ સિંચાઈ માટે તળાવોમાં પાણી ઠાલવવા માંગ કરતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક તંત્ર દ્વારા સમગ્ર મામલે નર્મદા નિગમને પાણી આપવાની માંગ કરાઈ છે.

કાંકરેજના ચાંગા ગામે આવેલા સુજલામ-સુફલામના પમ્પીંગ સ્ટેશને શુક્રવારે ૧૦૦થી વધુ ખેડૂતો દોડી ગયા હતા. ભરચોમાસે ઉભા પાકને પાણી આપવા ટળવળતા ખેડૂતો કાકરેજ, દાંતીવાડા અને ડીસા સહિતના ત્રણ પંથકમાં અંડર ગ્રાઉન્ડ નેટવર્ક ધરાવતી સુજલામ-સુફલામ કેનાલમાં પાણી છોડાવવા મથી રહ્યા છે. સુત્રોએ જણાવ્યું હતું કે અપુરતા વરસાદ વચ્ચે નર્મદા ડેમમાં પાણીની વધઘટમાં કેનાલમાં મર્યાદિત પાણી છોડાયું છે. આથી નર્મદા દ્વારા વિસ્તારની સુજલામ-સુફલામ કેનાલમાં પાણી ઠલવાય તો ત્રણેય તાલુકાના ૪૫ તળાવો ભરવામાં આવે તેમ છે. 

 

(4:35 pm IST)