Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ગુજરાતના ૧૧૧ તાલુકાઓમાં ઝાપટાથી ર ઇંચ વરસાદ

રાજયના અનેક સ્થળોએ ઘટાટોપ વાદળાઓ છવાયા...ઉકાઇ ડેમની સપાટી ૩૧૭ ફુટને પાર

વાપી તા. ૧ : પવિત્ર શ્રાવણ માસના સાતમ-આઠમના તહેવારોમાં રાજયના ૩ર જીલ્લાના ૧૧૧ તાલુકાઓમાં ૧ મીમીથી ૪ર મી.મી. સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે.

ઉપરવાસના ભારે વરસાદને પગલે સુરત પંથકના ઉકાઇ ડેમની જળસપાટી સતત વધી રહી છે આજે સવારે ૮ કલાકે ઉકાઇડેમની જળસપાટી ૩૧૭.૪ર ફુટે પહોંચી છે.

જયાર કોઝવેની જળસપાટી સ્હેજ ઘટીને ૬.૧૮ મીટરે પહોંચી છે છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ મુખ્યત્વે વરસાદના આંકડાને જોઇએ તો કરજણ ૪ર મી.મી.વધઇ ૩૦ મી.મી. આણંદ ર૪ મી.મી. ઉમરપાડા, રર મી.મી. જંબુસર ૧૮ મીમી. માંગરોળ ૧૬ મીમી. મહુવાઅ ને ખંભાત ૧પ-૧પ મી.મી., વાપી ૧૪ મી.મી. જેતપુર પાવી ૧ર મી.મી. વરસાદ નોંધાયેલ છે

જયારે વાલિયા, સાગબારા અને ઉચ્છલ ૧૧-૧૧ મી.મી. ધરમપુર ૧૦ મી.મી. વાઘોડીયા ૯ મી.મી. મુદ્દરા નેગંગ માંગરોળ, અને વાસદા ૮-૮ મી.મી. ગોધરા અને પારડી ૭-૭ મી.મી. સામી બોરસદ-પાદરા, બાલાસિનોર, ડેડિયાપાડા અને સુરત સાટી ૬-૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજયના આશરે ૬૯ તાલુકાઓમાં ૧ થી પ મી.મી. હળવો વરસાદ નોંધાયેલ છે.(૬.૧૩)

(3:40 pm IST)