Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

સુરતના રત્ન કલાકારોની ઓચિંતી હડતાલ :તહેવાર ટાણે ભાવ ઘટાડાતા 140 કારીગરો હડતાલ પર ઉતર્યા

સુરતના રત્ન કલાકારો ઓચિંતા હડતાળ પર ઉતર્યા છે. તહેવાર ટાણે ભાવ ઘડાડો કરતા તમામ રત્ન કલાકારો એકઠા થયા હતા અને વિરોધ નોંધાવતા હડતાળ શરૂ કરી છે. એકે રોડ પર આવેલા અક્ષય ડાયમન્ડના 140 જેટલા રત્ન કલાકારો હડતાળ પર છે. તમામ કારીગરો રત્નકલાકાર વિકાસ સંઘના જયસુખ ગજેરાને રજુઆત કરવા મિનિબજાર ખાતે એકઠા થયા છે.

(2:08 pm IST)