Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નર્મદા: રાજપીપળા માં બુધવારે 8 વર્ષીય બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર ચિંતિત : સારવાર લેતા 9 ને રજા અપાઈ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : અનલોક ૧ માં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદા જિલ્લા માં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે નર્મદા માં કેવડિયા ના એસ.આર પી કેમ્પ કોરોનામાં સપડાયો હતો ત્યારબાદ બે દિવસથી કોરોનાના નવા કેસ નોંધાયા ન હતા બાદ ગતરોજ પોઝિટિવ આવેલ દર્દીની 8 વર્ષીય પુત્રી નો રિપોર્ટ આજે પોઝિટિવ આવતા વધુ એક કેસ રાજપીપળા ખાતે નોંધાયો છે.

મંગળવારે ચકાસણી માટે મોકલાયેલા 29 સેમ્પલ માંથી એક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે રાજપીપળા ના આર. એસ કમ્પાઉન્ડ માં રહેતા 36 વર્ષીય ચરણભાઈ શંકુ ભાઈ રાવ ની 8 વર્ષીય પુત્રી યશસ્વી ચરણભાઈ રાવ નો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર માં ચિંતા વધી છે.

સાથેજ નર્મદા જિલ્લાની કોવિડ હોસ્પિટલમાંથી આજે 9 દર્દીઓને રજા આપતા હવે કોરોનાના 37 દર્દીઓ સારવાર હેઠળ છે નર્મદા જિલ્લામાં આજદિન સુધી 53 દર્દીઓ સજા થતા રજા અપાઈ છે તેમજ કોરોનાના કારણે એક પણ મૃત્યુ નોંધાયું નથી આજે વધુ 29 સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

(2:01 am IST)