Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મુખ્યમંત્રી રૂપાણીનાં હસ્તે રાજ્યનાં ઉદ્યોગકારો માટે ‘FIA મોબાઈલ એપ્લિકેશન’ લોન્ચ કરાઈ

એપ્લિકેશનનાં માધ્યમથી રાજ્યનાં ઉદ્યોગ જગતને નવું બળ મળશે.

 

ગાંધીનગરઃ રાજ્યનાં ઉદ્યોગકારોને લઇને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે ગાંધીનગર ખાતે એક એપ્લીકેશન લોન્ચ કરી છે. રાજ્યનાં ઉદ્યોગકારો માટે એક મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી છે. રાજ્યનાં અંદાજે ચાર લાખ જેટલાં ઉદ્યોગકારોને જોડવાનાં પ્રયાસનાં ભાગરૂપે ‘FIA મોબાઈલ એપ્લિકેશનલોન્ચિંગ કરાઇ.

એપ્લિકેશન લોન્ચ કરતી વેળાએ ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ અસોસિએશન (FIA) નાં ટોચનાં વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં. જેમાં પ્રમુખ, સેક્રેટરી અને તેમની ટીમનાં તમામ સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. એપ્લિકેશન દ્વારા ઉદ્યોગકારોને ઉદ્યોગ જગત માટે નવી પ્રેરણા મળી રહેશે. ઉપરાંત એપ્લિકેશન અંતર્ગત રાજ્ય-કેન્દ્ર સરકારની ઉદ્યોગનીતિ સંબંધિત માહિતી પણ ખૂબ સરળતાથી મળી રહેશે.

મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, “ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ અસોસિએશન (FIA) દ્વારા લોન્ચ કરાયેલ એપ્લિકેશનનાં માધ્યમથી રાજ્યનાં ઉદ્યોગ જગતને નવું બળ મળશે. એપ્લિકેશનથી રાજયનાં વિવિધ ઉદ્યોગકારો, GIDC, રાજ્ય-કેન્દ્ર સરકારની ઉદ્યોગનીતિ સંબંધિત માહિતી સરળતાથી મળી રહેશે. પ્રસંગે FIA નાં પ્રમુખ પ્રકાશભાઈ વરમોરા, સેક્રેટરી અજીતભાઈ શાહ અને તેમની ટીમનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.”

-- 

(10:54 pm IST)