Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

રાજસ્થાન હોસ્પિટલના બોર્ડના સાત સભ્યોની હકાલપટ્ટી થઈ

રાજસ્થાન સેવા સમિતિના ગણપત ચૌધરીની હકાલપટ્ટી : ચેરિટી કમિશનર દ્વારા ચૂંટાયેલા સભ્યોને બે માસમાં ચેન્જ રિપોર્ટ સહિતની કાર્યવાહી પુરી કરવા નિર્દેશ આપ્યો

અમદાવાદ, તા. ૧ : રાજસ્થાન હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટીઓ વચ્ચે ખેચતાણ ચાલી રહી છે. તેવામાં રાજસ્થાન સેવા સમિતિના અધ્યક્ષ ગણપત ચૌધરી સહિત ચાર સભ્યોની  રાજસ્થાન હોસ્પટિલના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી. ચેરિટી કમિશનર વાય.એમ.શુકલએ રાજસ્થાન સેવા સમિતિના ચાર સભ્યોને રાજસ્થાન હોસ્પિટલની ટર્મ  પુરી થઈ ગઈ હોવાથી બોર્ડ ઓફ મેનેજમેન્ટની મિટીંગમાં હાજર નહીં રાખવા માટે હુકમ કર્યો છે. સાથો સાથ રાજસ્થાન સેવા સમિતિના ચૂંટાયેલા સભ્યોને એવો નિર્દેશ આપ્યો છે કે બે માસમાં ચેઈન્જ રિપોર્ટ સહિતની પ્રક્રિયા પુરી કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાન સેવા સમિતિ  અને  રાજસ્થાન હોસ્પિટલ વચ્ચે એમઓયુ થયા છે જેમાં રાજસ્થાન સેવા સમિતિના ચાર સભ્યોને હોસ્પિટલમાં ત્રણ વર્ષ સુધી બોર્ડ મિટીંગ સહિતની કામગીરીમાં કરવાની રહેશે.

        રાજસ્થાન સેવા સમિતિના ગણપત ચૌધરી સહિત સાત સભ્યોની ત્રણ વર્ષની મુદત પુરી થઈ ગઈ હોવા છતા તેઓ હોસ્પિટલની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હાજર રહીને કામગીરી કરતા હતા. બીજી તરફ રાજસ્થાન સેવા સમિતિના સાત સભ્યો અને રાજસ્થાન હોસ્પિટલના ટ્રસ્ટીઓની ચેન્જ રિપોર્ટ, પીટીઆરમાં નોંધ સહિતની કામગીરી અંગે ચેરિટી કમિશનર દ્વારા નાયબ ચેરિટી કમિશનર પાસે માહીતી મંગાવી હતી. જે માહિતી આવતા જ ચેરિટી કમિશનર વાય.એમ., શુકલેએ રાજસ્થાન સેવા સમિતિના બંધારણ અને રાજસ્થાન હોસ્પિટલ વચ્ચે થયેલા એમઓયુને ધ્યાનમાં રાખીને રાજસ્થાન સેવા સમિતિના ચારેય સભ્યોને  રાજસ્થાન હોસ્પિટલની બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. રાજસ્થાન સેવા સમિતિના ચૂંટાયેલા સભ્યો દ્વારા બે માસની અંદર ચેન્જ રિપોર્ટ સહિતિની પ્રકિયા પુરી કરવાની રહેશે.

(7:58 pm IST)