Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

પાણીનો પ્રશ્ન હલ કરવા ગયેલા તિલકવાડા મામલતદારે સરપંચનું અપમાન કરતા સરપંચ પરિસદ દ્વારા આવેદન

મહિલા સરપંચનું ગ્રામજનો સામે અપમાન કરી સરપંચ પતિની ફેટ પકડી અપશબ્દો બોલતા ઉગ્ર આંદોલનની ચીમકી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં ૨૯ મી જૂને પાણીની સમસ્યા બાબતે ગયેલા તિલકવાડા મામલતદાર પી.કે.ડામોર દ્વારા ગામની મુલાકત વખતે ગ્રામજનો અને મહિલા સરપંચ સાથે ગામમાં પાણીની તકલીફ બાબતે ચર્ચા દરમિયાન મામલતદાર એ મહિલા સરપંચ મંજુલાબેન બારીયા નું અપમાન કરી તેમના પતિ દલસુખભાઈ બારીયાની ફેટ પકડી અપશબ્દો બોલી તેમને અપમાનિત કર્યા હોઈ આ બાબત યોગ્ય નથી માટે મામલતદાર ડામોર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તિલકવાડા તાલુકાની તમામ ગ્રામપંચાયતના સરપંચો દ્વારા નર્મદા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતું આવેદન માં એમ પણ જણાવ્યું હતું કે જો તેમના વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય તો તમામ સરપંચ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદલન કરવામાં આવશે.આ રજુઆત માં સરપંચ સમિતિ નર્મદા ઝોન ના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા સહિતના સરપંચો હાજર રહ્યા હતા.
મહિલા સરપંચ અને તેમના પતિના અપમાન બાબતે મામલતદાર ડામોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આવી કોઇ ઘટના બની નથી તમે ગ્રામજનો કે ડેપ્યુટી સરપંચ ને પૂછી શકો છો પરંતુ હકીકત માં સરપંચે જે બોર કરાવ્યા છે જેમાં રૂ.૧.૪૦ લાખ ના મોટર ના બિલો રજૂ કર્યા નથી અને સરપંચે ઉચાપત કરી છે માટે આ ખોટા આક્ષેપ કરે છે તેમ મામલતદાર ડામોરે જણાવ્યું હતું.

(6:28 pm IST)