Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

તલોદમાં ફૂટપાથ બજારમાં મુખ્ય રોડની બાજુ નવા રોડ બનાવવાની કાર્યવાહીમાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા

તલોદ: શહેરમાં ફૂટપાથના બજારમાં નગરપાલિકા દ્વારા મુખ્ય રોડની બંને બાજુ નવા રોડ બનાવવાની અને નવા રોડના છેડે ફૂટપાથ બનાવવાની હાથ ધરાયેલ નિર્માણ કાર્યવાહીથી તલોદના વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

જરૂર વિનાના નિર્માણ કાર્યને અટકાવી દેવા તલોદ સ્ટેશન વેપારી મહાજને એક આવેદનપત્ર પણ અરજીના રૂપમાં તંત્રને આપ્યું છે. તલોદ બજારમાં કેટલાક વર્ષો પહેલા લાખોના ખર્ચે ફૂટપાથ રોડની બંને બાજુએ બનાવવામાં આવી હતી. જેના ઉપરથી રાહદારીઓને ચાલવાનો લાભ મળ્યો નથી. ફૂટપાથ ઉપર ગે.કા. દબાણોવાળાઓએ કબજો જમાવી દેતાં અને દુરૂઉપયોગ થતાં લાખોના ખર્ચે બનેલી ફૂટપાથનું અસ્તિત્વ રહ્યું નથી.

(5:57 pm IST)