Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વડોદરાના યાકુતપુરાના યુવક સાથે લગ્ન કરી સોના ચાંદીના દાગીના લઇ પરિણીતા પ્રથમ પતિ સાથે છૂમંતર.....

વડોદરા:યાકુતપુરાના યુવક સાથે લગ્ન કર્યા પછી લગ્નજીવન ભોગવવાના બદલે છૂટાછેડ આપ્યા વિના પતિના ઘરેથી સોના-ચાંદીના દાગીના અને રોકડા લઇને પરિણીતા અગાઉના પતિના ઘરે જતી રહી હતી.

મધ્યપ્રદેશના ઇન્દૌર ખાતે ગુજરખેડા ગામે રહેતી ઇરમ રૈન નામની યુવતીએ યાકુતપુરાના મોહંમદશકીલ અબ્દુલકરીમ મનસુરી સામે લગ્ન કર્યા હતા. મોહંમદ શકીલ ગેરેજ ચલાવે છે. પતિને છૂટાછેડા આપ્યા વિના પરિણીતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, વસ્તુઓ તથા રોકડ રકમ મળીને .૫૯ લાખ રૃપિયાની મત્તા લઇને અગાઉના પતિ સલમાન શાહબુદ્દીનખાન (રહે. રાઇટ  બજાર ઇન્દૌર મધ્યપ્રદેશ) ના ઘરે જતી રહી હતી. સિટિ પોલીસ સ્ટેશનમાં ઇરમ અને સલમાન સામે છેતરપિંડી- વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો. પીઆઇ ડી.જે. સોસા જે તે સમયે ઇરમની ધરપકડ કરી હતી. જ્યારે સલમાન ખાન (..૨૭) આગોતરા જામીન લઇને હાજર થતા ગત ૨૦મી જૂને પોલીસ તેની ધરપકડ કરી જામીન પર  મુક્ત કર્યો હતો. પોલીસે તેના રિમાન્ડ મેળવી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ રીકવર કરવાની તજવીજ હાથ ધરી છે. આવતીકાલે આરોપીના રિમાન્ડ પૂરા થશે.

(5:51 pm IST)