Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

વિદેશી દારૂની ૧૩૬૮ બોટલો સહિત કુલ પ૩ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો : સુરત રેન્જની ઓપરેશન ગ્રૃપ ટીમની કામગીરી

વલસાડ :પોલીસ મહાનિરીક્ષકશ્રી, સુરત વિભાગ, સુરત તથા શ્રી જી.આર.જાડેજા, પો.શ.ઇ., ઓપરેશન  ગૃપનાઓના માર્ગદર્શન હેઠળ સુરત રેન્જ વિસ્તારમાં પ્રોહીબીશન તથા જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા ક્રિપાલસિંહ રામદેવસિંહ, શક્તિસિંહ સુખદેવસિંઠ, ઓમપ્રાકશ રણબહાદુ, નવીન  સુભાષચંદ્ર અને આશીષભાઇ મયાભાઇ નાઓ સાશે નવસારી જીલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન  આશીષભાઇ મયાભાઇનાઓને બાતમી હકિકત મળેલ કે,  એક અશોક લેલન કન્ટેનર નંબર-HR-61 C-3518માં નરેન્દ્ર રહે.વાપી મુળ રહે.કરીયાણા નાઅે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત ખાતે રહેતા ફીરોઝ ફુટ, મનિષ રૈયાણી તથા આઝાદ નવસારી  નામના ઇસમને પહોંચાડવા મોકલેલ છે અને કન્ટેનર હાલમાં મુબંઇ થી અમદાવાદ તરફ જતા નેશનલ હાઇવે ઉપર  વેસ્મા પાસે આવેલ-નાઝ હોટલના પાર્કિંગમાં મુકેલ છે.

બાતમી હકિકત આઘારે મોજે વેસ્મા માતે ખાવેલ નાઝ  હોટલના પાર્કિંગમાં તપાસ કરતા કન્ટેનર નંબર-HR-61 C-3518 નુ પાર્કિંગમાં મળી ખાવેલ. જેથી કન્ટેનરના ડ્રાઇવરને  નામ પુછતા તેણે પોતાનુ નામ ગુલામ મુરતુજા હનીફશાહ શેયદ, ઉ.વ.ર૧. રહેવાસી, હાલ-  મોરાઇ ફાટક, અંકીત રોડ કેરીયરની ઓફીસમાં, તા.વાપી જી.વલસાડ. મુળ રહેવાસી-ગુરદનબાલા, તા,જી.રાજોરી  તડવાલ જમ્મુનો હોવાનુ જણાવેલ. જેને સાથે રાખી કન્ટેનરમાં તપાસ કરતા કાર્ટુનો ભરેલ હોવાનુ જણાય આવેલ.  જેથી કાર્ટુનો કન્ટેનરમાંથી નીચે ઉતારી તપાસ કરતા ચોરખાનુ બનાવેલ હોય જે ચોરખાનુ ખોલી જોતા ભારતીય  બનાવટનો વિદેશી દારૂના કુલ-૧૧૪ પુંઠાના બોક્ષમાં બોટલ નંગ-૧૩૬૮ કિ.રૂ.૬,૮૪,૦૦૦/- તથા કન્ટેનર તથા  કન્ટેનરમાં ભરેલ સામાન, બે મોબાઇલ ફોન, રોકડા રૂપીયા તથા બીલ્ટી વિગેરે કાગળો મળી ફુલ રૂ.૫૩,૬૭,૫૭૦/-નો  મુદ્દામાલ મળી આવેલ.

પકડાયેલ આરોપીને  ઇગ્લીશ દારૂનો જથ્થો કોણે ભરાવી આપેલ તે બાબતે  પુછપરછ કરતા ઇગ્લીશ દારૂનો જથ્થો નરેન્દ્ર રહે-વાપી મુળ રહે-હરીયાણાનાઅે વાપી ખાતેથી દારૂ ભરેલ  કન્ટેનર આપેલ હતુ અને દારૂ ભરેલ કન્ટેનર નાઝ હોટલ ઉપર પૉહચી નરેન્દ્રને ફોન કરતા સુરત ખાતે રહેતા ફીરોઝ  ફુટ, મનીષ રૈયાણી તથા આઝાદ નવસારી નાને દારૂ આવીને ડીલીવર લઇ જજ્ઞે તેવુ જણાવેલ છે. પકડાયેલ આરોપી તથા વોન્ટેડ આરોપીઓ વિરૂઘ્ઘમાં અ.પો.કો. આશીષભાઇ મયાભાઇ નાઓઅે પ્રોહી અેકટ કલમ  ૬૫ (અે)૯),૧૧૬(બી),૮૧,૯૮(ર) મુજબ ફરીયાદ આપતા નવસારી રૂરલ પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવેલ  છે.   

પકડાયેલ આરોપી:    (૧) ગુલામ મુરતુજા હનીફશાહ શૈયદ, રહેવાસી. હાલ-મોરાઇ ફાટક, અંકીત રોડ કેરીયરની ઓફીસમાં, તા.વાપી    જી.વલસાડ. મુળ રહેવાસી-ગુરદનબાલા, તા.જી.રાજોરી-તડવાલ જમ્મુ   

વોન્ટેડ આરોપી: (૨) પ્રોહી મુદ્દામાલ ભરી આપનાર- નરેન્દ્ર રહે-વાપી મુળ રહે-હરીયાણા રાજ્ય  પ્રોહી જથ્થો મંગાવનાર- (૩) ફીરોઝ ફુટ (૪) મનીષ રેયાણી, તથા (૫) આઝાદ, નવસારી તમામ રહે-સુરત.

 

 

(4:06 pm IST)