Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

લોકડાઉનમાં નોટબંધીની અસર કામ આવીઃડીજીટલ ટ્રાન્ઝેકશનના લીધે 'હાથનો મેલ'ન ધોવાયો

સુરત : પૈસા હાથનો મેલ છે પણ હાથમાં હોય ત્યારે ટકતો નથી. જો બેંકમાં હોય તો તે ભાવિ મૂડી છે. નોટબંધીના ભલે લાખ નુકસાન ગણાવો પણ તેનાથી જે ડીજીટલ પેમેન્ટ ક્રાંતિ આવી હતી તેણે લોકડાઉનના મુશ્કેલ સમયમાં નાના અને મધ્યમ કર્મચારીઓની નૈયા પાર કરી દીધી. મધ્યમ વર્ગના લોકોએ નોટબંધી પછી લગભગ ત્રણ વર્ષમાં જમા થયેલ આ મૂડીના સહારે લોકડાઉનના મુશ્કેલ ત્રણ મહીના કાઢી નાખ્યા.

૮ નવેમ્બર,૨૦૧૬ના જ્યારે નોટબંધીની જાહેરાત પછી ડીજીટલ ક્રાંતિના લીધે અચાનક જ લોકોને નાની બચત થવા લાગી. નોટબંધી પછી લેવાયેલા ચેક અને મોબાઇલ પેમેન્ટ વીન્ડોથી જ પગાર અને લેવડ-દેવડ થી રૂપિયા રાઉન્ડફીગરના  બદલે જરૂરીયાત મુજબ જ નીકળવા લાગ્યો ખાતામાં પગાર જવાથી બેંકની લાઇનની જગ્યાએ એટીએમ જ આપણું ખાતું બની ગયું. તેનાથી પગારદારોનો ૧૦ થી ૧૫ ટકા ખોટો ખર્ચ ઘટી ગયો. જે ત્રણ વર્ષમાં મોટા રોકાણ રૂપે ખાતામાં પડ્યો હતો. લોકડાઉનમાં જ્યારે બધાએ હાથ પાછા ખેંચ્યા ત્યારે આ મૂડી જ સહારો બની હતી.

નોટબંધી પહેલા મીલો-કારખાનામાં કામ કરતી વ્યકિતઓને દર મહિનાની ૨૦ તારીખ પછી ખર્ચીના નામે પગારનો અમુક ભાગ મળતો જે ખોટા ખર્ચમાં વપરાઇ જતો. બેંક આખો પગાર જમા થવાથી એડવાંસ લેવાની પ્રવૃતિ પણ ઘટી ગઇ. રૂપિયા હાથમાં હોય તો નકામી વસ્તુઓ ખરીદવાનું મન થતું. લોકડાઉન પછી અચાનક મોટી સંખ્યામાં લોંચ થયેલ ઓનલાઇન પેમેન્ટ પ્લેટફોર્મોએ લોકોને ડીજીટલ પેમેન્ટના આદી બનાવી દીધા. તેના લીધે જરૂરીયાત જેટલો જ ખર્ચ થયો અને ખોટા ખર્ચા આપોઆપ બંધ  થતા ગયા. નોટબંધીએ મધ્યમવર્ગીય પરિવારને રૂપિયાનું મહત્વ સમજાવી દીધું.

(2:50 pm IST)