Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

બેન્કમાંથી ૮૪ લાખની હોમ લોન કરાવનાર ત્રિપુટી જ ચોર

૩૮.૫૦ લાખ ચાઉં કરી ગયા : સેટેલાઈટના વેપારીને લોન એજન્ટ પર ભરોસો મુકવાનું ભારે પડી ગયું : ફેડરલ બેન્કમાંથી લોન પાસ કરાવી હતી

અમદાવાદ, તા. ૩૦સેટેલાઈટના વેપારીને લોન એજન્ટ પર ભરોસો મુકવાનું ભારે પડયું હતું. ફેડરલ બેન્કમાંથી વેપારીની ૮૪ લાખ રૂપિયાની હોમલોન પાસ કરાવનાર લોન એજન્ટ અને તેના ભાગીદાર સહિતની ત્રિપુટી ચોર નીકળી હતી. વેપારીની લોન થયા બાદ આરોપીઓએ લોનની રકમ ખાતામાં આવે તે પહેલા નોટરી રૂબરૂનો એકસ્ટ્રા વર્ક એગ્રિમેન્ટ બનાવી તેમાં વેપારીની ખોટી સહી કરી લોનની રકમમાંથી ૩૮.૫૦ લાખ રૂપિયાની રકમ પોતાના ખાતામાં ભરાવી ઠગાઈ આચરી હતી. સેટેલાઈટમાં આનંદનગર રોડ પર મધુર હોલની બાજુમાં શિવાલીક બંગલોમાં રહેતાં પરલ હસમુખ શાહ (ઉં,૫૪) ઘરેથી પેકેજીંગ મટિરિયલનો વેપાર કરે છે. પરલભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અનિલ દોલત નિકમ, ધવલ કિશોર પરીખ રહે, યુનિકહોમ સિટી, ગોતા અને મનોજ વ્રજલાલ ત્રિવેદી રહે, કર્મચારીનગર, ઘાટલોડિયા વિરૂદ્ધ ઠગાઈની ફરિયાદ કરી હતી.

           પરલભાઈએ આરોપીએ બતાવેલી જગ્યા પર પ્લોટ રાખ્યા હતા. જે સોદો થયા બાદ આરોપી ધવલ અને મનોજે ફેડરલ બેન્કમાંથી ૮૪ લાખ રૂપિયાની લોન કરાવી આપવાનું કેહતાં પરલ શાહ તૈયાર થયા હતા. જે મુજબ લોન પેપર્સ તૈયાર થયા અને લોન પાસ થયા બાદ બિલ્ડરના ખાતામાં આરટીજીએસથી બાકીનું પેમેન્ટ રૂ ૪૬.૫૦ લાખ રૂપિયા ગત તારીખ ૧૧--૨૦૧૯ના રોજ જમા કરાવવામાં આવ્યું હતું. એપ્રિલ, ૨૦૧૯માં પરલભાઈ બેન્કમાં ગયા ત્યારે જાણવા મળ્યું કે આરોપીઓએ ગત તારીખ --૨૦૧૯ના રોજ નોટરી રૂબરૂનો એકસ્ટ્રા વર્ક એગ્રિમેન્ટ બનાવી તેમાં પરલભાઈની ખોટી સહી કરી લોનની રકમમાંથી ૩૮.૫૦ લાખ રૂપિયાની રકમ પોતાના ખાતામાં ભરાવી દીધી છે. અંગે પરલભાઈએ ગત તારીખ ૧૮--૨૦૨૦ના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી હતી. પોલીસે અંગે તપાસ કરી સોમવારે રાત્રે ગુનો નોંધ્યો છે.

(10:41 pm IST)