Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

સોનલ ચૌહાણે ક્રિકેટર રાહુલ સાથેના સંબંધને લઈને કર્યો ખુલાસો

મુંબઇ:  અભિનેત્રી સોનલ ચૌહાણ અને ક્રિકેટર કેએલ રાહુલ વચ્ચે કોઇ પ્રકારનો અફેર હોવાનો ઇનકાર સોનલે મંગળવારે કર્યો હતો. એણે કહ્યું કે આ માત્ર અફવા છે. અમારી વચ્ચે કોઇ પ્રકારનો સંબંધ નથી.'રાહુલ એક પ્રતિભાશાળી ક્રિકેટર છે. હું એને એક સારા ક્રિકેટર તરીકે જોઉં છું. એેથી વિશેષ કશું નહીં. અમારી વચ્ચે કોઇ અફેર નથી. મેં એને કદી ડેટ કર્યો નથી' એમ સોનલ ચૌહાણે કહ્યું હતું. આ નરી અફવા છે એવંુ એણે ભારપૂર્વક કહ્યે રાખ્યું હતું.સોનલે કહ્યું કે મને સોશ્યલ મિડિયા પર ખૂબ પ્રેમ મળતો રહ્યો છે પરંતુ જે લોકો અફવા ફેલાવે છે અથવા નફરત ફેલાવે છે એવા લોકોને હું ધિક્કારું છું.સોનલે જન્નત ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરી હતી. કેએલ રાહુલ હાલ ક્રિકેટના વર્લ્ડ કપની સ્પર્ધા શરૃ થઇ રહી હોવાથી દેશની બહાર છે. એટલે સોનલના જવાબ અંગે રાહુલ પાસેથી કોઇ ખુલાસો મેળવી શકાયો નહોતો. 

(5:34 pm IST)