Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ધો. ૧રની પરીક્ષામાં

તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના ગોગીને મળ્યા ૭૩ ટકા

શૂટિંગ વચ્ચે અભ્યાસ કરીને ટ્વેલ્થ કિલયર કર્યુઃ ભવિષ્યમાં ફિલ્મ-મેકર બનવાની ઇચ્છા

મુંબઇ તા. ર૯ :.. સોની ટીવી પર આવતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા નામની પ્રખ્યાત સીરીયલમાં કામ કરતાં બોરીવલી - વેસ્ટમાં રહેતા અને સીરીયલમાં ગોગી નામે પ્રખ્યાત સમય શાહે ટ્વેલ્થમાં ખૂબ સારા માર્કસ મેળવ્યા છે. શૂટિંગમાં સતત વ્યસ્ત રહેતો ગોગી કાંદિવલીની ઠાકુર કોલેજમાં ભણે છે.

રિઝલ્ટ બાદ સમય શાહે સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'શૂટિંગ સાથે અભ્યાસ કરવાની આદત જ પડી ગઇ છે. શૂટિંગ સાથે એકઝામ આપવાની હોય તો પ્રેશર રહે છે અને મારા કેસમાં આ પ્રેશર જ મને ભણવા પર વધુ કેન્દ્રિત કરાવે છે. પ્રેશર હોય તો જલદી ભણી પણ શકાય છે. મારી એકઝામ વખતે સિંગાપુરમાં શૂટિંગ ચાલી રહ્યું હોવાથી હું ત્યાં જઇ શકયો નહોતો. શૂટિંગમાં સાથે બુકસ લઇને જતો અને જયારે પણ સમય મળતો હું વાંચી લેતો હતો. કલાસીસ પણ જતો હતો અને ભણવાને પહેલાં પ્રાધાન્ય આપતો હતો. ભવિષ્યમાં મને ફિલ્મ મેકર બનવાની મહેચ્છા છે અને એથી હું બી.એ. ઇન ફિલ્મ કરીશ. મને એકિંટગમાં જ વધુ રસ છે એથી આગળ પણ એ કરીશ.'

(11:48 am IST)
  • સુરતના અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રિમકોર્ટેઃ ૨૨ વિદ્યાર્થીઓના મોત બાદ જાહેરહીતની અરજી દાખલઃ દેશભરમાં ટયુશન કલાસીસ મુદે નિયમ બનાવવાની માગઃ સુપ્રિમ કોર્ટે કહયું કેન્દ્ર સરકારને નિર્દેશ આપે તેવી માગ access_time 4:06 pm IST

  • જગનમોહન રેડ્ડીએ તિરુપતિ મંદિરમાં કર્યા પૂજન-અર્ચન :પુજારીઓ પાસેથી આશીર્વાદ મેળવ્યા ; આંધ્રપ્રદેશના ભાવિ મુખ્યમંત્રી વાય,એસ,જગનમોહન રેડ્ડીએ આજે તિરુપતિ મંદિરે દર્શન પૂજા કર્યા હતા access_time 12:57 am IST

  • રાજયસભાના ૩ સભ્યો કે જે લોકસભામાં ચૂંટાયા છે તેવા અમિતભાઈ શાહ (ગુજરાત), રવિશંકર પ્રસાદ (બિહાર) અને કની મૌઝી (તામિલનાડુ)એ રાજીનામા આપી દીધા છે access_time 6:16 pm IST