Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

રજનીકાંતની ફિલ્મ દરબારનું પ્રથમ સોન્ગ રિલીઝ

એસ પી બાલાસુબ્રમણ્યમે ગયું છે ગીત : રજનીકાંતની જોરદાર એન્ટ્રી

 

મુંબઈ : સાઉથનાં સુપર સ્ટાર રજનીકાંત પોતાની આવનારી ફિલ્મ દરબારને લઈને ખાસ્સા ચર્ચામાં ચાલી રહી છે. ફિલ્મમાં તેમનું મોશન પોસ્ટર જાહેર કર્યુ છે. હવે ફિલ્મનું પ્રથમ સોન્ગ ચુમ્મા કિજી પણ રીલીઝ કરવામાં આવ્યું છે.દર્શકો સોન્ગને લઈને ઘણા ઉત્સાહીત દેખાઈ રહ્યા છે ગીતને એસ પી બાલાસુબ્રમણ્યમે ગાયું છે.

ફિલ્મનું ગીત લાઈકા પ્રોડક્શન દ્વારા તેના ટ્વિટર પર રિલીઝ કરવામાં આવ્યું છે  ફિલ્મનું ગીત લાઈકા પ્રોડક્શન દ્વારા તેના ટ્વિટર પર રિલીઝ કરવામાં આવ્યું છે. ગીત તમિળ અને તેલુગુમાં રજૂ કરવામાં આવ્યું છે. ગીતના પહેલા પોસ્ટરમાં તમે જોઈ શકો છો કે રજનીકાંતે બ્લેઝર પહેરેલ છે. અને ચશ્માં પહેરીને હસતા દેખાઈ રહ્યા છે. ગીતમાં તેમની એન્ટ્રી ખૂબ જોરદાર છે. તેમની આસપાસ ઘણા લોકો છે કે જેઓ તેમની એન્ટ્રી કરતાની સાથે જે તેમનું અભિવાદન કરે છે

(12:44 am IST)