Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

શુભાંગીની ઇચ્છા અધુરી રહી

હિટ ટીવી શોમાં કામ કરવાના પોતાના ફાયદા છે, પરંતુ એના લીધે કલાકારોને કેટલીક મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. તેને જુદા-જુદા રોલ માટે પ્રયોગો કરવાની તક મળતી નથી. શુભાંગી અત્રે આવી સ્થિતિનો સામનો કરી રહી છે. તેને વેબ સીરિઝ માટે રોલ ઓફર થયો હતો, પરંતુ તેણે એના માટે ના પાડવી પડી હતી.તે કહે છે કે, મને જે વેબ સીરિઝ ઓેફર કરવામાં આવી હતી. જેના માટે મારે પંદરથી વીસ દિવસ સુધી સાઉથ આફ્રિકા જવાનું હતું. એ ખુબ મોટી તક હતી. પરંતુ મારા અત્યારના શોના કારણે હું મારી ઇચ્છા પુરી કરી શકી નથી. મને અઠવાડિયાની પણ રજા મળી શકે એમ નથી. એટલે મારે સીરિઝ માટે ના પાડવી પડી હતી.૩૮ વર્ષની આ અભિનેત્રી ભાભીજી ઘર પર હૈ...નામના ટીવી શોમાં છેલ્લાં ત્રણ વર્ષથી કામ કરી રહી છે. તે ડિજિટલ પ્લેટફોર્મ પર ઝંપલાવવા માટે આતુર છે. પરંતુ ટીવી શોના કામમાંથી રજા મળે તેમ નથી. શુભાંગી કહે છે પારિવારિક પ્રસંગોમાં પણ બે-ત્રણ દિવસની માંડ રજા મળતી હોય છે. શુભાંગીએ ૧૪ વર્ષમાં અનેક શો કર્યા છે. પણ છેલ્લા ચાર-પાંચ વર્ષમાં તેને ખુબ નામના મળી છે.

(10:06 am IST)