Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પૈસાની તંગીના કારણે ચોકીદારની નોકરી કરતા અભિનેતા સવી સિદ્ધુને સીંગર મીકાસિંહે ફિલ્મમાં કામ આપ્યુ

નવી દિલ્હીઃ ગ્લેમરની દુનિયામાં ક્યારે કોનો સિતારો ઝાંખો પડી જાય તેનો ખ્યાલ રહેતો નથી. થોડા દિવસોથી ચર્ચામાં રહેલા અભિનેતા સવી સિદ્ધૂને પૈસાની તંગીને કારણે ચોકીદારીનું કામ કરવું પડી રહ્યું હતું. જ્યારે સમાચાર સામે આવ્યા તો બોલીવુડના ઘણા મોટા કલાકારો સવીની મદદ માટે સામે આવ્યા છે. વચ્ચે ચર્ચા છે કે સિંગર મીકા સિંહે પોતાની અપકમિંગ ફિલ્મમાં સવી સિદ્ધૂને કામ આપ્યું છે. ફિલ્મમાં સવી સિદ્ધૂ સિવાય અભિનેત્રી બિપાશા બસુ પણ જોવા મળશે.

મીકા સિંહે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યું હતું કે, હું સવી સિદ્ધૂને મળવા ઈચ્છું છું. હું તેને ઓળખતો નથી પરંતુ તેમની મદદ કરવા ઈચ્છું છું.

મહત્વનું છે કે, એક્ટરમાંથી વોચમેન બનેલા સવી સિદ્ધૂની કહાની ગત સપ્તાહમાં સોશિયલ મીડિયામાં છવાયેલી છે. બોલીવુડમાં ગુલાલ, બ્કેલ ફ્રાઇડે, પટિયાલા હાઉસ જેવી સફળ ફિલ્મોમાં કામ કરી ચુકેલા સવી સિદ્ધૂ થોજા સમયથી તંગીમાં જીવી રહ્યાં હતા. જ્યારે તેમનો વીડિયો વાયરલ થયો તો ઇન્ડસ્ટ્રીઝના ઘણા લોકોએ પોતાની જિંદાદિલીને સલામ કરતા તેમની મદદ કરી છે.

વાયરલ વીડિયોમાં અભિનેતાએ જણાવ્યું કે, તેમની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી, જેથી તેમણે એક્ટિંગમાંથી બ્રેક લેવો પડ્યો હતો. તેવામાં તેમણે વોચમેનનું કામ શરૂ કરી દીધું હતું. વાયરલ વીડિયો બાદ મીકા સિંહ સવી સીદ્ધૂને ભૂષણ પટેલની અપકમિંગ ફિલ્મ આદતમાં રોલ ઓફર કર્યો છે.

(4:42 pm IST)
  • જામનગરમાંથી પિત્તળનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો : વિકટોરિયા પુલ પાસે ટ્રાવેલ્સમાંથી જથ્થો ઝડપી પડાયો : જથ્થો ક્યાં થી ક્યાં મોકલાતો હતો તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી : શંકાસ્પદ લાગતા બ્રાસના જથ્થાના 5થી વધુ બાચકાઓ ઝડપાયા : GST ચોરી કરવાના ઇરાદે જથ્થો મોકલતા હોવાની શકયતા (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર) access_time 12:06 am IST

  • મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કુલ ૧૨૫૦ મિલ્કતો સીલ : મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજ દિન સુધીમાં કુલ ૧૨૫૦ મિલ્કત સીલ કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં અંદાજીત ૮૫૦ મિલ્કત સીલ કરવામાં આવી હતી. access_time 3:31 pm IST

  • ઝારખંડમાં ભાજપને ' શૂન્ય ' પર આઉટ કરશે મહાગઠબંધન :ઝારખંડ વિકાસ મોરચાના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ કર્યો દાવો :મરાંડીએ કહ્યું કે આ વર્ષના લોકસભા ચૂંટણીમાં મહાગઠબંધન રાજ્યમાં ભાજપને હરાવશે અને શૂન્યથી આઉટ કરશે ; મહાગઠબંધન ઝારખંડની તમામ બેઠકો જીતશે access_time 1:13 am IST